રવીન્દ્રપર્વ/૩૮. તમનેય હતાં ના શું સુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૮. તમનેય હતાં ના શું સુખ

તમનેય હતાં ના શું સુખ અહૃઢ્ઢ દુ;ખ,
આશાનિરાશાનાં દ્વન્દ્વ અમારી જ જેમ
હે અમર કવિ? હતાં ના શું અનુક્ષણ
રાજસભાષડચક્ર ને ગુપ્ત આઘાત?
ક્યારેય સહૃાાં ના તમે અપમાનભાર,
અનાદર, અવિશ્વાસ, દુ:સહ અન્યાય,
અભાવ કઠોર ક્રૂર? - નિદ્રાહીન રાત
ગાળી ના શું વક્ષ પરે મૂકી શિલાભાર?

તોય એ સર્વથી ઊર્ધ્વે નિલિર્પ્ત નિર્મલ
ખીલી ઊઠ્યું કાવ્ય તવ — સૌન્દર્યકમલ
આનન્દના સૂર્યકરે; નહીં એમાં ક્યાંય
દુ:ખદૈન્યદુદિર્નનું ચિહ્નઢ્ઢય દેખાય,
જીવનમન્થનવિષ પોતે કરી પાન
અમૃત પ્રકટ્યું તેનું તમે કર્યું દાન.
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪