રવીન્દ્રપર્વ/૭૫. ઓઈ મહામાનવ આસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૫. ઓઈ મહામાનવ આસે

જુઓ, આ મહામાનવ આવી રહ્યો છે. મૃત્યુલોકની માટી પરના ઘાસે ઘાસમાં દિશાએ દિશાએ રોમાંચ થઈ ઊઠે છે. સુરલોકમાં શંખ બજી ઊઠે છે, નરલોકમાં જયડંકો વાગે છે. આ મહાજન્મનું મુહૂર્ત આવી લાગ્યું છે. આજે અમાવાસ્યાની રાત્રિનાં બધાં દુર્ગતોરણ ભાંગીને ધૂળ ભેગાં થઈ ગયાં છે. ઉદય શિખર પર ‘મા ભૈ: મા ભૈ:’(નો ધ્વનિ) જાગે છે. એ નવજીવનને અભય આપે છે. મહાકાશમાં ‘જય જય માનવઅભ્યુદય’ (નો ધ્વનિ) ઊઠે છે. (ગીત-પંચશતી)