રવીન્દ્રપર્વ/૮૪. ઓગો પથેર સાથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૮૪. ઓગો પથેર સાથી

હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હે નવપ્રભાતના જ્યોતિ, હે ચિર દિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો. જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો પથિક છું, માર્ગ પર ચાલનારના નમસ્કાર સ્વીકારો. (ગીત-પંચશતી)