રાજેન્દ્ર પટેલની કવિતા/સફરજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. સફરજન

સફરજનને
નડે નહીં કોઈ ભાષા
સફરજન, સફરજન.

સુંદર મોહક સફરજન
લાળથી કાપી શકાય;
જીભ, હોઠ ને દાંતથી ચાટી શકાય;
પણ શબ્દોથી પુચકારતાં વધતો નથી સ્વાદ.

બારી પાસે પડ્યું
લાગે બાળક જેવું હસતું.
જમીન તરફ ધસતું
મગરની લાલઘૂમ આંખ જેવું.

સફરજન કોને ના ભાવે?
મને તો ખૂબ ખૂબ ભાવે.
એને ખાઈ શકાય શબ્દોથી, ભાષાથી?

સફરજન
જોઈ રહે મને ટગર ટગર
જાણે શબ્દ વગરની ભાષા
સફરજન, સફરજન.