રાધે તારા ડુંગરિયા પર/આભારદર્શન
ભોળાભાઈ પટેલ
આ ભ્રમણવૃત્ત પ્રકટ થાય છે ત્યારે આ જુદાં જુદાં ભ્રમણોમાં સંગી બનનાર સહયાત્રીઓનો સૌપ્રથમ આભાર માનું છું.
વૃન્દાવનની યાત્રામાં અજ્ઞેયજી સાથે રહ્યા એ વાતનું તો હવે સ્મરણ કરવાનું રહ્યું. એ સ્મરણ લીલું રાખવા જ કદાચ મનમાં ‘રાધે તારા ડુંગરિયા પર’ શીર્ષકનો આગ્રહ રહ્યો.
જુદા જુદા સમયખંડોમાં થયેલાં આ ભ્રમણો અંકિત પણ થયાં છે જુદા જુદા સમયખંડોમાં. ભ્રમણવૃત્ત વાચતા સહૃદય વાચકોનો હું સહયાત્રી બની શકું તો ધન્ય.
આ પ્રસંગે શ્રી કાન્તિભાઈ રામી અને શ્રી ચંદ્રકાન્ત મજમુદાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
પુસ્તકના સુઘડ પ્રકાશન માટે શ્રી ભગતભાઈ શેઠ અને પ્રવીણ પ્રિન્ટરીનો આભાર માનું છું.
૧-૬-૧૯૮૭
આ પુસ્તકની આ બીજી આવૃત્તિ પ્રસંગે શ્રી મહેન્દ્ર મેઘાણીનો ખાસ આભાર માનું છું. પ્રથમ આવૃત્તિ વાંચી ભવિષ્યમાં એનું પુનર્મુદ્રણ થાય તો તે માટે પોતાની અંગત નકલમાં સુધારેલી વાચના તૈયાર કરીને આપી રાખી હતી.
૧-૧૧-૧૯૯૫ ૩ર, પ્રોફેસર્સ કૉલોની અમદાવાદ ૩૮૦૦૦૯