રિલ્કે/6

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્મરેખાંકન

આંખની ઉપરના હાડકાના બંધારણમાં કોઈ ખચ્ચરની કે પોલેન્ડવાસીની મર્યાદિત દૃઢતા છે. આંખોમાંથી કોઈ હેબતાઈ ગયેલું ભૂરું શિશુ ઝાંખી રહ્યું છે. એ ચહેરા પર એક પ્રકારની નિર્બળતા દેખાય છે. કોઈ મૂરખમાં દેખાય એવી નહીં, પણ કંઈક અંશે સ્ત્રૈણ ચહેરો માત્ર ચહેરો છે. થોડી કઢંગી રેખાઓ અને એ આપણને કશું કરવા ફરજ પાડી શકે નહીં, કરવાની ફરજ પાડવામાં આવી હોય ત્યારે કપાળમાં અણગમાની કરચલી પડી શકતી નથી. માત્ર મૂક બનીને આંખો ઢાળીને જોયા કરવું એને ગમે છે. આ તો થઈ ‘સ્ટીલ લાઇફ’ છૂટા છૂટા ખણ્ડો, એને ભાગ્યે જ કશું અખણ્ડ કહી શકાય. એણે પોતે કશું ખાસ કર્યું નથી. પરાણે કે ઉત્સાહથી યાતના હોવા છતાં, આશ્વાસનો સુલભ હોવા છતાં, આ કંઈક સુદૂરની લાગે એવી અને અવ્યવસ્થિત વિગતોમાં કશુંક પૂરી નિષ્ઠાથી પ્રગટવા મથી રહ્યું છે. રિલ્કેની છબિ જેમણે જોઈ હશે તેમને આ વિગતો અને એમનું અર્થઘટન કંઈક અંશે સાચું લાગશે. સર્જકની કેવી અતિ સામાન્ય લાગતી ઘટના વચ્ચેથી પ્રગટી આવતી હોય છે! આપણામાં જુદા જુદા ભાગ પાડીને બધું વ્યવસ્થિત ગોઠવેલું હોતું નથી. આ મહોરની પાછળ રહેલી પેલી સાચી મુખાકૃતિને જોવાને કેટલી સહાનુભૂતિ જોઈએ! સાયબરનેટિક્સ અને કમ્પ્યુટરના આ યુગમાં હું મારા મગજને ઘડીભર નિષ્ક્રિય બનાવીને કેવળ જોઈ રહેવા ઇચ્છું છું; કોઈ વાર જીવનાનન્દની આંખે, કોઈ વાર રિલ્કેની આંખે. રિલ્કેનો એક પ્રસંગ યાદ આવે છે. ટપાલમાં આવેલો મિત્રનો પત્ર વાંચતાં વાંચતાં એ અન્યમનસ્ક બનીને રસ્તેથી ચાલીને જતા હતા. ત્યાં નજર ઊંચી કરીને રસ્તા પર જોયું તો સામેથી એક પાંચછ વરસની કન્યા એમની તરફ દોડતી આવતી હતી. ગામડાની કન્યા, માથે છત્રી ધરીને દોડતી હતી. ખભે ટેકવેલો છત્રીનો દાંડો ખસી જવાથી સમતુલા રાખવા એ એક તરફ ઝૂકી ગઈ હતી. એણે અભિવાદન કરવા એનો ટચુકડો હાથ લંબાવેલો હતો. હાંફતાં હાંફતાં નજીક આવીને હસતે મોઢે એણે ધૂળથી મેલો પોતાનો હાથ કશાય સંકોચ વિના કવિના હાથમાં મૂકી દીધો. બસ, પછી પાછી દોડી ગઈ. રિલ્કે કહે છે કે કદાચ ભૂલથી જ મને કોઈ પરિચિત વ્યક્તિ માનીને એણે એનો હાથ મારા હાથમાં મૂક્યો હશે પણ કેેવળ હાથમાં હાથ મૂકવાનો, આવકારવાનો, કશા હેતુ કે સ્વાર્થ વિના અન્યને મળવાનો જે આનન્દ હતો તે તો એ નાનકડા હાથની હથેળીમાં છલોછલ છલકાઈ રહ્યો હતો. રિલ્કેએ આ વિશે મિત્રને લખતાં ઉમેર્યું, ‘તમારો પત્ર વાંચીને મારા મુખ પર જે પ્રસન્નતા છલકાઈ ઊઠી હતી તેને જોઈને સહજ રીતે જ પ્રસન્ન થયેલી એ નાનકડી કન્યાએ જાણે મને પૃથ્વી વતી વધાવી લીધો.’ ૧૯૨૫નો જાન્યુઆરી મહિનો. રિલ્કે પેરિસમાં આવે છે. મૃત્યુનો અણસાર એને આવી ગયો છે. બધાંની સાથે એ હળેમળે છે, પણ એના મોઢા પર અણગમો દેખાય છે. નિકટ રહેનારાં પણ એને સમજતાં નથી, નાની ક્ષતિઓને એ લોકો યાદ રાખીને આગળ ધર્યા કરે છે. એને અપાર વેદના થઈ રહી છે. એનું અભિમાન એને કોઈના ખભાનો આધાર લેતાં વારે છે. ઝળહળતાં હાંડીઝુમ્મરનો પ્રકાશ એની આંખમાં વાગે છે. વાતચીતનો ઉત્તેજનાભર્યો ઘોંઘાટ એનાથી સહેવાતો નથી. એનું શરીર પાતળા કાગળના પડદા જેવું થઈ ગયું છે. રિલ્કે વેદનાથી મૂગા બનીને બેઠા છે તે જોઈને કોઈક એની જોડે વાત કરવા જાય છે. એવો પ્રયત્ન કરવો એ પણ જાણી જોઈને ઇજા વહોરી લેવા જેવું એમને લાગે છે. કોઈ બોલે છે તો બોલનારનો એકે એક શબ્દ જાણે એમના લમણામાં વાગે છે. વાત કહેવાનું મન થાય છે તો એને ઝીલનાર કોઈ હોતું નથી. જિક્દગીમાં કદી નહીં અનુભવેલી એવી એકલતા એમને ભીંસી નાખે છે. છતાં પેરિસમાં રિલ્કે સર્જકોને મળવા જાય છે. કોઈક કવિને ઘેર એ જાય છે કે તરત જ દીવાનખાનામાં લોકો એમને વીંટળાઈ વળે છે. પણ ધીમે ધીમે એ બધા દટ્ટર સરી જાય છે. રિલ્કેની વાચાળતા એમને દૂર હાંકી મૂકે છે. એવું લાગે છે. કોઈ પણ શ્રોતા ત્યાં બિનજરૂરી બની રહે છે. પોતાના શબ્દોની બીજા પર શી અસર પડે છે તે વિશે એઓ બિલકુલ ઉદાસીન છે. એમના શબ્દો આપોઆપ વહ્યે જાય છે. એકાએક એઓ ગદ્યમાંથી પદ્યમાં સરી પડે છે. પછી એકાદ જ શ્રોતા એમને સાંભળવા બચ્યો હોય છે. આમ છતાં રિલ્કેના હૃદયની ઉદારતા તો એવી એ છે. એક લેખકને મળવાનું રહી ગયું. તો એને ઘેર જઈને ચિઊી મૂકી આવ્યા : ‘પ્રિય મિત્ર, મારો અન્તરાત્મા મને ડંખી રહ્યો છે, મને મારો દોષ સુધારી લેવા દો. ચાલો, આજે રાત્રે આઠ વાગ્યે આપણે સાથે જમીએ.’ એ લેખકે હોટલમાં જઈને જોયું તો રિલ્કે એમની રાહ જોતા બેઠા હતા. એ એક વિલક્ષણ દૃશ્ય હતું, એમના મુખ પર કોઈ પણ ભાવ નહોતા. માત્ર બહારનું કોચલું જ એનંુ એ રહ્યું હતું. મોઢું તો લગભગ કદરૂપંુ બની ગયું હતું, અને જોનારને લાગતું હતું કે કવિ હવે જુવાન રહ્યા નથી. ને છતાં ઘરડા લાગતા નથી. કરમાઈ ગયેલા, સંકોચાઈને નાના થઈ ગયેલા હોય એવા એ લાગતા હતા. મોટી આરામખુરશીમાં તકિયાઓ વચ્ચે એઓ જાણે ખૂંપી ગયા હતા. એમનો આખો ચહેરો જાણે બીડાઈ ગયો હતો. એ ચહેરો નહીં હોય પણ મહોરંુ હોય એવું લાગતું હતું. એમની દૃષ્ટિ જે નિકટ હતું તેને અપ્રસ્તુત લેખતી થઈ ચૂકી હતી અને દૂર દૂર તાકી રહી હતી. એ આંખાુમાં વેદનાનું ઊંડાણ હતું. સ્મિત કરવું એ એમને માટે કષ્ટકર હોય એવું લાગતું હતુ. એઓ ખૂબ થાકી ગયા હોય એવું લાગતું હતું. આમ છતાં એઓ એમના પારીસની મુલાકાત વિશે વાતો કરવા લાગ્યા. આન્દ્રે ઝિદ શસ્ત્રક્રિયા બાદ ઇસ્પિતાલમાં આરામ લઈ રહ્યા હતા, તેને એઓ મળ્યા હતા. રુઝદનું વિશાળ લલાટ, ઈશ્વરનું હોય તેવું મસ્તક, તકિયા પર તોળાઈ રહેલું, આ બધાંનો રિલ્કે પર ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. એક મહિનાના ગાળામાં કયા વિશિષ્ટ પ્રકારનાક્ પુસ્તકો જર્મન ભાષામાં પ્રગટ થયાં હતાં તેની માહિતી પણ રિલ્કેએ ઉત્સુકતાથી માગી. ટોમસ માનનું ‘ધ મેજિક માઉન્ટન’ બહાર પડ્યાનું જાણીને એમને આનન્દ થયો. ‘બુડેનબ્રૂક્સ’નો એમની જુવાનીમાં એમના પર ખૂબ પ્રભાવ પડેલો એમ એમણે કહ્યું. સપ્ટેમ્બરમાં ફરી રિલ્ક્ે હોટેલમાં આવીને રહ્યા. આ અનિકેત આદમી - કદાચ બધા જ સર્જક અનિકેત જ હોતા હશે! અને કદી પોતાનું કહેવાય એવું તો ઘર હતું જ નહીં, શરીરે તો દ્રોહ જાહેર કર્યો જ હતો, તેમ છતાં એ બધું અવગણીને એમણે પત્રવ્યવહાર, લેખન અને હળવુંમળવું ચાલુ રાખ્યાં, પણ આખરે શરીર ગાંઠ્યું નહી. આખરે એમણે એમની નોંધપોથીમાં લખાયેલા, ૧૯૨૬ના ડિસેમ્બરની, કદાચ છેલ્લી કવિતામાં મરણને આવકારી લીધું : ‘તો ભલે આવ, હે મારી અન્તિમ સ્વાકૃતિ! આ મારી કાયાની જાળમાં સળવળતી યાતનાને હવે દૂર કરી શકાય એમ નથી, એક વાર જે આગે મારા ચિત્તને અજવાળ્યું હતું તે આદૃ હવે મારી કાયામાં ભભૂકી ઊઠી છે. જે શિખાને અગ્નિ પોતે ફેંકે છે તેના કોઈ શી રીતે અનાદર કરી શકે? હું એ અગ્નિને હવે હવિ અર્પું છું અને સાથે હુંય બળતો જાઉં છું. પૃથ્વીએ આપેલી મારી મૃદુતા હવે આ અગ્નિના રોષમાં ભભૂકી ઊઠીને નવા દાહ પામે છે. એ આ પૃથ્વીના નથી, પણ નરકના છે. હું નર્યો શુષ્ક, કશી યોજનાથી મુક્ત, અનાગત આહત નિલિર્પ્ત, હવે આ યાતનાઓ ખડકેલી ચિતા પર ચઢુક્ છું ત્યારે મને ચક્કર આવે છે. આટલી નિશ્ચિતતાથી ક્યારેય મારી જાતને અર્પણ કરી નથી. હવે હું સમાપન છું, કણ્ષ્ક્ ભાવિ નહીં, મારા હૃદયમાં એલે સરવાળો અધૂરો રહી ગયો છે. શું મૃત્યુના ભરખી જવાથી મારાુ ચહેરાુ હવે ઓળખાય એવાુય રહ્યાુ નથી! હવે કશી સ્મૃતિને મારા હૃદયમાં સંઘરતા જ્યારે હે જીવન, તંુ મારેં બહાર રહી ગયું છે ને હું અહીં આ અગ્નિશિખાથી લપેટાઈ ગયો છું. હવે મને ઓળખનાર અહીં કોઈ નથી. ત્યાગ, બાળપણના દિવસોમાં માંદગીનું સ્વરૂપ આવું નહોતું, ત્યારે તો માંદગી એટલે વિરામ, વિકાસ પામવાનું બહાનું, ત્યારે તો વસ્તુઓ ઇંગિત ડ્ડહેંલ્ુ બોલાવતી, કાનમાં ગુસપુસ વાતો કરી જતી. એ પુરાણષ્ક્ વિસ્મય આ જુ થઈ રહ્યું છે તેની જાણ ડ્ડરશે નહી ક્!જા હવે અન્તિમ દૃશ્ય. રિલ્કે કહે છે કે હવે તો હું ઠાલા અવકાશ જેવો છું. મેં મારી યાતના જોડે કદી અભિન્નતા અનુભવી નથી, મેં એને કદી વાજબી ગણી નથી. પણ હવે મોઢાની અંદર ફોલ્લા પડ્યા છે, બધું સૂઝી ગયું છે. હું બોલવા માટે મોઢું ખોલી શકતો નથી. હું મોટેથી વાંચી શકતો નથી. ૪થી ડિસેમ્બરનાુ જન્મદિવસ ઉજવણી વગરનાુ જ ગયો. કોઈ મુલાકાતીને એણે મળવાની રજા આપી નહીં કારણ કે એને ભય હતો કે રખેને એની હતાશા પ્રગટ થઈ જાય! કવિને લાગ્યું કે એમની જીવવાનેં મુક્તિ હવે ઝુંટવાઈ ગઈ છે. ઈશ્વરને કે એના પ્રતિનિધિને છેલ્લી ક્ષણમાં સ્થાન ન હતું. એમની માતાને પણ છેલ્લે મળવાની રજા ન આપી. કાુઈ પોતાની સ્થિતિની ગમ્ભીરતાની યાદ દેવડાવે તે એમનાથી સહેવાતું નહોતું. ચૈતન્ય ગુમાવીને શાતા મેળવવાનું પણ એમને મંજૂર નહોતું, ૧૦૫ જેટલો તાવ છેલ્લે સુધી રહ્યો, અર્ધી બીડેલી આંખે કવિ છેલ્લા દિવસોમાં પથારીમાં પડી રહ્યા. પણ એવી સ્થિતિમાંય એઓ કહેતા ગયા; ‘ભૂલશો નહી, ઐશ્વર્ય તો જીવનમાં જ છે.’ એમની છેલ્લી માગણી હતી, મને મારું મોત મળવું જોઈએ, દાક્તરનું આપેલું મોત નહીં. તમે મારી નજીક આવો ને મારી આંખ બીડાયેલી જુઓ તો મારા હાથમાં તમારો હાથ મૂકજો, ને જો હું જીવતો હોઈશ તો હું તમારા હાથ મારા હાથથી દાબીશ, ક્યાં છે હવે એ હાથ?