રેવાશંકર જયશંકર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા’ (૧૮૫૫) એ અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણના ચરિત્રને વર્ણવતું ‘શ્રીકૃષ્ણજન્મ ચરિત્ર’ (૧૮૬૯) એ સળંગ કાવ્યરચના સુંદર પદબંધને કારણે ઉલ્લેખનીય છે. ‘રેવાશંક્રર કૃત કાવ્ય’ (૧૮૭૫) એ ગુજરાતી-વ્રજ ભાષામાં લખાયેલાં પદ, ગરબી, ગઝલ, રેખતાઓનો સંગ્રહ છે, જેનો પ્રધાન વિષય ભક્તિ છે. ‘શામળશાહનો વિવાહ’ (૧૮૮૫), ‘જાલંધર આખ્યાન’ (૧૮૮૮) અને ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (૧૯૨૬) એ ત્રણેય આખ્યાનશૈલીને અનુસરે છે. ‘શબ્દસિદ્ધાંતિકા’ (૧૮૮૬) સળંગ બોધાત્મક પદ્યકૃતિ છે. ‘ફાર્બસવિરહ'ના અનુસરણમાં રાચતી ‘મનહરમાળા’ (૧૯૦૦) અને ‘ત્રિભુવનકીર્તિ’ (૧૯૦૮) ઉપરાંત, ‘ભાષા મહાભારત', ‘તુકારામચરિત્ર', ‘કામનાથ મહાત્મ્ય’ અને ‘ચંડીચરિત્ર’ પણ એમના નામે છે.