વજીરુદ્દીન સઆદુદ્દીન અલવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજ્ર માતરી' (૧-૧-૧૯૩૧): કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અવહેલના' (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ' (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. ‘ઊંડા કૂવા ને ટૂંકાં દોરડાં' (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ' (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.