વલ્લભજી સુંદરજી કવિ
Jump to navigation
Jump to search
કવિ વલ્લભજી સુંદરજી, ‘કાવ્યભૂષણ’ : બાલવાચન’ માસિક અને ‘કાઠિયાવાડી અઠવાડિકના અધિપતિ. એમણે ‘રાજનગરનાં રત્નો’ (૧૯૧૮)માં અમદાવાદનાં અને ‘મુંબઈના મહાશયો’ પુસ્તક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૦)માં મુંબઈનાં અગ્રગણ્ય સ્ત્રી-પુરુષોના પરિચય આપ્યા છે. ઉપરાંત ’૮૦ દિવસમાં દુનિયાની મુસાફરી’, ‘ભયંકર કૂતરો', ‘છૂપી પોલીસની વાર્તાઓ', ‘હાસ્યતરંગ’ તેમ જ નરોત્તમ બાલ ગ્રંથાવલિનાં ૨૧ પુસ્તકો એમના નામે છે.