વસુધા/रसानां रस

From Ekatra Wiki
Jump to navigation Jump to search
रसानां रस

‘શું પિશ મધુ સીધુ, આસવ, સુરંગી કે શરબત?’
પ્રસન્ન થઈ સૃષ્ટિના રસ નવાજતી આજ તું.
નહીં નહિ, મને પિવાડ ફરી પાણી પોશે, પ્રિયે!
તહીં પ્રથમ હા સર્યો અમલ નીરની ધારમાં
સુપૂર્ણ તવ અંતરેથી નરવો रसानां रसः!