વસુધા/ચારે ખૂણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચારે ખૂણે

ચારે ખૂણે અંતરને ભરાઈ તું
રહે યદા નેત્ર સમક્ષ તું હો;
અને યદા નેત્રથી દૂર તું હો,
તારી સ્મૃતિ પ્રાણ મહાલયે ધસી
કબ્જે કરી લે સહુ બારી બારણાં.

ના મોક્ષ મારે નજરે હવે પડે,
ન વિઘ્ન તારા જય અશ્વને નડે.