વસુધા/પ્રતિપદા
Jump to navigation
Jump to search
પ્રતિપદા
ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા,
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી.
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં
તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં.
ઉગી છે આકાશે લલિત દગબંકી પ્રતિપદા,
ઉઘાડે છે જાણે નયન હર લાંબા તપ પછી.
અને ગૌરીઅંગો પુલકિત થતાં હોય ત્યમ ત્યાં
તગી ર્હે છે તારા હસુહસુ થતા વ્યોમપટમાં.