વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-૩

કોહિનુર હીરાની તવારીખ

૧. ઈ.સ. ૧૬૫૬માં દક્ષિણ હિંદની કોલર ખાણમાંથી મળ્યો.
૨. ગોવળકોંડના મીર જુમલા ઉમરાવે મેળવ્યો.
૩. મોગલ બાદશાહ શાહજહાને તેણે ભેટ આપ્યો.
૪. ઔરંગઝેબના ખજાનામાં રહ્યો.
૫. નાદિરશાહે દિલ્હી લૂંટ્યું ત્યારે તે લઈ ગયો.
૬. શાહરુપ પાસે આવ્યો.
૭. અહમદશાહ પાસે
૮. તૈમુર પાસે
૯. શાહઝમાન
૧૦. સુલતાન સુજા
૧૧. રણજિતસિંહ
૧૨. લોર્ડ લોરેન્સ
૧૩. રાણી વિક્ટોરિયા પાસે હાલમાં છે.

ઈન્દ્ર–સંબંધી માહિતી


ગાય – કામદૂધા
રાજધાની – અમરાવતી
ઉદ્યાન – નંદનવન
વૃક્ષ – પારિજાત
હાથી – ઐરાવત
ઘોડો – ઉચ્ચૈઃશ્રવા
કામઠું – મેઘધનુષ્ય
તલવાર – પરંજ
પીણું – સોમરસ
પત્ની - શચી
પુત્ર – જયંત


પુત્રી – દેવર-સેના.
મહેલ – વૈજયંત
સભા – સુધર્મા
ગાયકગણ – ગાંધર્વ
નૃત્યાંગના – અપ્સરા
ગોર – વિશ્વરૂપ
મહોત્સવ – શક્રધ્વજોત્થાન
શત્રુ – વૃત્ત, ત્વષ્ટ્રાવાલિ, વિરોચન.
કેદ કરનાર – મેઘનાદ
વણચઢાવેલું ધનુષ – રોહિત
આયુધ – વજ્ર
સારથિ – માતલી.


તદ્દન ખોટી માન્યતાઓ


નાગને માથે મણિ હોય છે, નાગ સંગીત સાંભળે છે, નાગનું ઝેર મંત્રથી ઉતરે છે, નાગણ વેર લે છે, હંસ મોતીનો ચારો ચરે છે, હંસ દૂધ-પાણી અલગ કરે છે, ઢેલ મોરનાં આંસુથી ગર્ભવતી બને છે, કાગડો સો વર્ષ જીવે છે, બપૈયાના ગળામાં કાણું હોય છે, ચાતક વરસાદનું પાણી પીએ છે, સાપ દૂધ પીએ છે, સિંહણનું દૂધ સુવર્ણપાત્ર સિવાય અન્ય પાત્ર ફાડી દે છે, મગર આંસુ સારે છે, ચક્રવાકયુગલ રાત્રે અલગ રહે છે, ગધેડો દ્રાક્ષ ખાય તો મરી જાય છે, ઘુવડને બોલતાં સાંભળવાથી બાળકો માંદા પડે છે, આકાશપુષ્પ, સસલાને શિંગડા, વંધ્યાને પુત્ર.

મહાભારત-પ્રદાન

દ્રોણ જેવા – આચાર્ય
યુધિષ્ઠિર જેવા – સત્યવીર
ભીમ જેવા – ગદાવીર
અર્જુન જેવા – ધનુર્ધર.
કર્ણ જેવા – દાનવીર.
અભિમન્યુ જેવા – વીર
દ્રૌપદી જેવી – સતી
ગાંધારી જેવી – પતિભક્ત
વિદુર જેવા – રાજનીતિજ્ઞ
શકુનિ જેવા – કપટી
ભીષ્મ જેવા – પ્રતિજ્ઞાપાલક
શ્રીકૃષ્ણ જેવા – સલાહકાર
ગીતા જેવો – ગ્રંથ


રામાયણના પાત્રની ઉપમા


દશરથ–જીવાત્મા
સીતા–ધૈર્ય
વાલી–લોભ
કૌશલ્યા–ભક્તિ
શિવધનુષ–અહંકાર
સુગ્રીવ–સંતોષ
કૈકેયી–પ્રવૃત્તિ
ગૌતમ–ત૫
હનુમાન–સત્સંગ
સુમિત્રા–નિવૃત્તિ
અહલ્યા-ક્ષમા
અંગદ–અક્રોધ
રામ-જ્ઞાન


રથ-અખંડતા
વાનર–યમ, નિયમ
લક્ષ્મણ–વિવેક
તમસા–બ્રહ્મવિદ્યા
સમુદ્ર-અગમ
ભરત–વૈરાગ્ય
નૌકા–ધારણા
લંકા–ભ્રાન્તિ
શત્રુઘ્ન-વિચાર
ચિત્રકૂટ–અમોહ
રાક્ષસ–વેરવિરોધ
વિશ્વામિત્ર-વિશ્વાસ
પંચવટી–જિતેન્દ્રપણું


વિભીષણ–શાસ્ત્રકર્મ
વસિષ્ઠ–વેદ
રાવણ-મિથ્યાભિમાન
મુદ્રિકા–વચન
તાડકા–શંકા
શબરી–પ્રીતિ
સેતુબંધ-રામલીલા
મારીચ-કામના
બોર–ભાવ
કુંભકર્ણ—ક્રોધ
જનક–વિદેહ
કિષ્કિન્ધા–ઉન્નતિ
રામાયણ-આત્મવિચાર


શંકર-શિવલક્ષણ


માથે જટા
પૂજા–બિલીપત્ર
જટામાં અર્ધચંદ્ર
મિત્ર-ભૂત, પિશાચ ગણ
જટામાં ગંગાજી
કામદેવને ભસ્મ કરનાર
ગળે, હાથે સર્પ
ગળામાં રુંડમુંડમાળા
ગળું નીલારંગનું
શૃંગાર રસવાળા
ત્રીજું નેત્ર કપાળમાં
સંહારના દેવ
હાથમાં ત્રિશૂળ, કમંડળ, ડમરૂ.


અર્ધનારીનટેશ્વર
ડાબીબાજુ પાર્વતી
પત્ની—ગૌરી, પાર્વતી.
મૃગ, હસ્તી ચર્મવસ્ત્ર.
પુત્ર–ગણપતિ કાર્તિકેય.
શરીરે સ્મશાન ભસ્મ
સસરા-હિમાલય
વાહન નંદી
વાસ-સ્મશાન
નૃત્ય-તાંડવ, લાસ્ય
સ્વભાવ-ભોળા.
ધંતૂરો–પ્રિય પુષ્પ


શ્રેષ્ઠ પદાર્થો


સર્વજીવોમાં ઈશ્વર
વૃક્ષોમાં પીપળો
વેદોમાં બ્રહ્મા
ધાન્યમાં જવ
મંત્રોમાં ૐકાર
ઔષધિમાં હરડે
છંદોમાં ગાયત્રી
પુરોહિતોમાં વસિષ્ઠ
દેવોમાં ઈન્દ્ર
યજ્ઞોમાં બ્રહ્મયજ્ઞ
વસુઓમાં હવ્યવાહ્
વ્રતોમાં સત્ય, અહિંસા
આદિત્યોમાં વિષ્ણુ
યોગમાં સમાધિ
રુદ્રોમાં શંકર
ગાયોમાં કામધેનુ
બ્રહ્માર્ષિમાં ભૃગુ
પક્ષીઓમાં ગરુડ
રાજર્ષિમાં મનુ
પ્રજાપતિમાં દક્ષ
દેવર્ષિમાં નારદ
પિતૃઓમાં અર્યમા
ધનુર્ધારીમાં અર્જુન
દૈત્યોમાં પ્રહ્‌લાદ
પર્વતોમાં હિમાલય


નક્ષત્રોમાં ચંદ્ર
યક્ષોમાં કુબેર
હવિષ્‌પદાર્થોમાં ગાયનું ઘી
હાથીઓમાં ઐરાવત
રત્નોમાં માણેક
અશ્વોમાં ઉચ્ચૈઃશ્રવા
મૂર્તિઓમાં વાસુદેવ
જળચરોમાં વરુણ
ગંધર્વોમાં વિશ્વાવસુ, ચિત્રરથ.
જ્યોતિમાં સૂર્ય
સર્પોમાં વાસુકિ.
ધાતુઓમાં સુવર્ણ
નાગોમાં શેષનાગ
બ્રહ્મચારીમાં સનત્કુમાર
પ્રાણીઓમાં સિંહ
ઋતુઓમાં વસંત
વર્ણોમાં બ્રાહ્મણ
માસમાં માર્ગશીર્ષ
ગુરુઓમાં બૃહસ્પતિ
નક્ષત્રમાં અભિજિત
વેદોમાં સામવેદ
યુગમાં સત્યુગ
યજ્ઞોમાં જપયજ્ઞ
વિદ્વાનોમાં શુક્રાચાર્ય
ભક્તોમાં હનુમાન