વારિસહુસેન હુસેની પીર અલવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અલવી વારિસહુસેન હુસેની પીર (૧૯૨૮): એકાંકીકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૧માં ઉર્દૂ-ફારસીમાં સ્નાતક અને એ જ વિષયોમાં ૧૯૫૩માં અનુસ્નાતક. ૧૯૫૫થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક અને ૧૯૭૦માં અલીગઢ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ. થયા પછી અંગ્રેજીના અધ્યાપક. એમના એકાંકીસંગ્રહ ‘નીરવ ચાંદનીનું ઘુવડ’ (૧૯૭૧)માં પરંપરા સાથે તંતુ જાળવતાં ચાર દીર્ઘ એકાંકીઓ છે.