વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આવસત્થી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર, ‘રસિક': એમણે ‘બાલકાવ્યમાળા' (૧૯૨૫), ‘રસિકનાં કાવ્યો' (૧૯૩૪) તથા ‘સરલ કેકારવની અનુષંગી મેઘમૂર્છના’ નામના કાવ્યસંગ્રહો; જોન ઑફ આર્ક પર આધારિત ‘રણચંડી' (૧૯૩૧) અને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાનના શિક્ષણમાં સહાયક બનતા સંવાદોનો સંગ્રહ ‘બાળસંવાદો તથા નાટકો' (૧૯૩૫); ઉપરાંત, ‘બાલવિજ્ઞાન અને ભૂગોળની વાર્તા’ (૧૯૩૫) જેવી પુસ્તિકા આપ્યાં છે.