વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય
Jump to navigation
Jump to search
આચાર્ય વિદ્યાશંકર કરુણાશંકર (૨૮-૮-૧૮૫૮, –): નવલકથાકાર, જન્મ પાટણ તાલુકાના શંખારી ગામમાં. વડોદરામાં ‘ભોમિયો’ નામના પત્રનું બે વર્ષ સંચાલન. પછી પાટણમાં વકીલાતનો ધંધો. કડી પ્રાન્ત પુસ્તકાલય પરિષદના પ્રમુખ તરીકે પણ કાર્ય કરેલું. એમની પાસેથી ‘પરગજુ પારસીઓ' (૧૮૯૮) તેમ જ ‘નેકલેસની નવલકથા’ (૧૮૯૯) નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.