વિદ્યા વિનાશને માર્ગે/વદામિ
Jump to navigation
Jump to search
વદામિ
હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે. પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે. વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે. આ મારું દૃષ્ટિબિન્દુ છે, એમાં ક્ષતિ સમ્ભવે તે સ્વીકારું છું. મારો આશય, આ નિમિત્તે, આપણા જીવનના એક મહત્ત્વના અંગ વિશે, ઊહાપોહ શરૂ થાય એ જ છે. છૂટા લેખો રૂપે આ બધું લખાયું હોવાને કારણે વિચારોનું પુનરાવર્તન પણ થયું હશે. એ બદલ ક્ષમા યાચું છું.
સુરેશ જોષી