વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ

વિવેચનના આધુનિક સંપ્રદાયોમાં જેમની વિશિષ્ટ કામગીરી છે. અને જેમનું વિશિષ્ટ પ્રદાન અને ચલણ છે એવી સંજ્ઞાઓ ખાસ કરીને અનુઆધુનિક, અનુસંરચનાવાદી અને વિનિર્મિતિવાદી સંજ્ઞાઓ પણ ગુજરાતીમાં અવતારવાની હજી બાકી હતી. આ બધી એકંદરે વિકસિત અને વિશિષ્ટ સંજ્ઞાઓ છે. જેનો આમાં સમાવેશ થયો છે. આથી ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞાકોશ’ નામ અહીં ઉચિત લેખ્યું છે. આ કોશ આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશની પૂર્તિ છે. છતાં પોતાની રીતે સ્વતંત્ર છે. અહીં અંગ્રેજી પારિભાષિક શબ્દોના ગુજરાતી પર્યાયો અપાયા છે.

–કનુભાઈ શાહ
‘ગુજરાતી સંદર્ભગ્રંથો’