વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/O

From Ekatra Foundation
Jump to navigation Jump to search
O
Object language મૂળભાષા લક્ષ્યભાષા (Target language) સાથે આ સંજ્ઞા સંકળાયેલી છે. અનુવાદ જેનો કરવાનો છે તે મૂળભાષા છે, જ્યારે અનુવાદ જે ભાષામાં કરવાનો છે તે લક્ષ્યભાષા છે.
Object trouve જુઓ, Found poem
Omnibus સર્વસંગ્રહ, એક જ લેખકના પૂર્વે અલગ અલગ પ્રકાશિત થયેલાં પુસ્તકોને એક સાથે પ્રકાશિત કરતો ગ્રંથ. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આવો સર્વસંગ્રહ ગ્રંથ છે.
Oneiric art સ્વપ્નકલા પરાવાસ્તવવાદીઓ કવિતામાં સ્વપ્ન કાવ્યશાસ્ત્રને અનુસરે છે, જેમાં મનોભ્રાંતિઓ અને મનોદ્‌ભાસનો સંકળાયેલાં છે. અહીં કલાને સ્વપ્નના અર્થઘટનના સાદૃશ્ય પર મૂકવામાં આવે છે.
Op art દક્‌ કલા પરિપ્રેક્ષ્યની પકડ અને રંગના ઉપયોગ દ્વારા દૃશ્યભ્રમ અને ભૌમિતિક આકૃતિઓથી દૃશ્યપ્રભાવ જન્માવતી આ અમૂર્ત ચિત્રકલા દક્‌ કલા op (tic) art છે.
Overdetermination અતિનિર્ધારણ ફ્રોઈડે સ્વપ્નચર્ચા દરમિયાન વાપરેલી આ સંજ્ઞા જિહ્વા સ્ખલન કે સ્વપ્નના પ્રતિરૂપ જેવી ઘટનાને એક કરતાં અનેક ઘટકોનાં પરિણામ સ્વરૂપ સૂચવે છે અને એક કરતાં વધુ વસ્તુઓનો એ સંકેત કરે છે.
Overlexicalization અતિશબ્દકરણ જુઓ underlexicalization
Overtranslation અતિઅનુવાદ લક્ષ્યભાષામાં આવશ્યક નથી એવાં લક્ષણોને પણ સંક્રમિત કરવાનો જેમાં પ્રયત્ન થયો હોય એવો અનુવાદ, જેમકે, મસિયાઈ બહેન માટે અંગ્રેજીમાં My female cousion on mother’s side જેવું ભાષાંતર કરવામાં આવે. અહીં અંગ્રેજી ભાષામાં માત્ર My cousion જ પૂરતું છે.