વિશ્વપરિચય/ઉપસંહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપસંહાર

કરોડો વર્ષો પૂર્વે એક સમયે જગતની સૌથી આશ્ચર્યકારક ખબર લઈને તરુણ પૃથ્વીમાં આપણી આંખોને અદૃશ્ય એવા એક જીવકોષના કણે દેખા દીધી હતી. કેટલો મહત્ત્વનો ઇતિહાસ તે કેટલી ગુપ્ત રીતે લઈ આવ્યો હતો. અપૂર્વ શિલ્પસંપત્તિવાળું તેનું સર્જનકાર્ય દેહે દેહે નવા નવા પ્રયોગો દ્વારા અનવરત ચાલ્યા જ કરે છે. યોજના કરવાની, શોધન કરવાની, અતિ જટિલ કાર્યતંત્ર ઉત્પન્ન કરવાની અને ચલાવવાની બુદ્ધિ ગુપ્તભાવે તેમાં ક્યાં રહેલી છે, કેવી રીતે તેઓ મારફતે કાર્ય કરે છે, અને ઉત્તરોત્તર અનુભવનો સંગ્રહ કરે છે, એની આપણને કલ્પના પણ આવતી નથી. અતિશય કોમળ વેદનશીલ જીવકોષો વંશાવલી ક્રમે યથાયોગ્ય માર્ગે જીવદેહમાં વિવિધ અંગપ્રત્યંગમાં સમષ્ટિ રચે છે. પોતાની અંદરના જ ઉદ્યમથી કોણ જાણે કેવી રીતે દેહની ક્રિયાઓનું આવું આશ્ચર્યજનક વિભાગીકરણ કરે છે. હોજરીના કોષનું કામ એક પ્રકારનું હોય છે, તો મગજના કોષનું કામ તદ્દન બીજા જ પ્રકારનું હોય છે. આમ છતાં જીવાણુકોષો મૂળે એક જ જાતના હોય છે. એમના મુશ્કેલ કામની વહેંચણી કયા હુકમથી થઈ અને એમનાં વિવિધ કાર્યોનું મિલન સાધીને સ્વાધ્ય નામે એક સામંજસ્ય સાધ્યું શી રીતે? જીવાણુકોષની બે મુખ્ય ક્રિયા છે, બહારથી ખોરાક મેળવીને જીવન ટકાવી રાખવું અને મોટા થવું, તથા પોતાના જેવા જીવને ઉત્પન્ન કરી વંશધારા ચાલુ રાખવી. આ આત્મરક્ષા અને વંશરક્ષાના જટિલ પ્રયત્ન શરૂઆતમાં જ એમના ઉપર ક્યાંથી આવી પડવા? અજીવ વિશ્વમાં જે બધા બનાવો બને છે તેની પાછળ સમગ્ર જડ જગતની ભૂમિકા રહેલી છે અને એ બધા બનાવો જાણે છે, એ જાણવાની પાછળ મનની એક પ્રકારની વિશ્વભૂમિકા ક્યાં છે? પથ્થર, લોઢું, ગૅસ વગેરેમાં પોતામાં એ જાણવાનો કશો સંબંધ નથી. કે આ મુશ્કેલ પ્રશ્ન લઈને એક વિશેષ યુગમાં પ્રાણ મન પૃથ્વી ઉપર આવ્યાં – અતિ ક્ષુદ્ર જીવકોષનું વાહન બનાવીને. પૃથ્વીમાં સર્જનના ઇતિહાસમાં એમનો આવિર્ભાવ અકલ્પ્ય છે પરંતુ બીજા. બધા સાથે સંબંધ વગરની કોઈ વસ્તુ બિલકુલ આકસ્મિક રીતે આવી પડે એવું આપણી બુદ્ધિ માનવા તૈયાર નથી. આપણે જડ વિશ્વની સાથે મને વિશ્વનું મૂળગત ઐક્ય સર્વવ્યાપી તેજ અથવા જ્યોતિ પદાર્થમાં કલ્પી શકીએ છીએ. લાંબા સમય પછી વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે ઉપલક દૃષ્ટિએ જે સ્થળપદાર્થો જ્યોતિર્લીન લાગે છે, તેમાં ગુપ્ત રીતે હંમેશાં જ્યોતિની ક્રિયા ચાલ્યા કરે છે. એ મહાજ્યોતિનો જ સૂક્ષ્મ વિકાસ પ્રાણમાં અને વધુ સૂક્ષ્મતર વિકાસ ચૈતન્યમાં અને મનમાં જોવા મળે છે. વિશ્વસૃષ્ટિના આદિમાં મહાજ્યોતિ સિવાય બીજું કશું જ જ્યારે મળતું નથી, ત્યારે એમ કહી શકાય કે ચૈતન્યમાં જ તેનું પ્રાગટય છે, જડમાંથી જીવમાં એકેએક પડદા ઊપડતાં ઊપડતાં માણસમાં એ મહાચૈતન્યનું આવરણ ખોલી નાખવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ચૈતન્યની એ મુક્તિની અભિવ્યક્તિ જ મને લાગે છે કે સૃષ્ટિનું અંતિમ પરિણામ છે. વિદ્વાનો કહે છે કે, વિશ્વજગતનો આવરદા રોજ રોજ ઘટતો જાય છે, એ વાત દાબી રાખી શકાય એમ નથી. માણસના દેહની પેઠે જ જગતના દેહની શક્તિ પણ ગરમીને લીધે જ છે. ગરમીનો એ ગુણ જ છે કે ખરચાતાં ખરચાતાં ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટયા કરે. સૂર્યના ઉપરના થરમાં જે તાપશક્તિ છે, તેનું પ્રમાણ શૂન્ય અંશ ઉપર છ હજાર સેન્ટિગ્રેડ છે. તેમાંથી જ થોડો થોડો ભાગ લઈને પૃથ્વીની હવા ચાલે છે, વરસાદ પડે છે, પ્રાણના ઉદ્યમથી જીવજંતુઓ હરફર કરે છે. સંગ્રહ તો ખૂટતો જાય છે, એક દહાડો તાપની શક્તિ મહાશૂન્યમાં પ્રસરી ગયા પછી ફરી તેને ખેંચી આણી આકાર આપવાલાયક કોણ બનાવશે. એક દહાડો આપણા દેહની સદાચંચલ તાપશક્તિ આસપાસના વાતાવરણ સાથે એકાકાર થઈ જઈ જ્યારે અલોપ થઈ જાય છે ત્યારે કોઈ તેને જીવયાત્રામાં પાછી લાવી શકતું નથી. જગતમાં જે કંઈ બને છે, જે કાંઈ ચાલે છે, કીડીના ચાલવાથી માંડીને તારાના દોડવા સુધીનું બધું જ વિશ્વના હિસાબના ચોપડામાં ઉધાર બાજુએ આંકડા નોંધતું જાય છે. એ દિવસ ગમે તેટલો દૂર હોય પણ આવવાનો તો છે જ જ્યારે વિશ્વના રોજના ખર્ચની મૂડીમાંથી તેની તાપની પૂંજી શૂન્યમાં વેરાઈ જશે. એ ઉપરથી વિજ્ઞાની ગણિતવેત્તાઓ વિશ્વના મૃત્યુકાળની ગણત્રી કરવા બેઠા હતા. મારા મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે સૂર્ય તારા વગેરેના પ્રારંભ કાળની વાત પણ વિદ્વાનો હિસાબ ગણીને નક્કી કરે છે. અસીમમાં શરૂઆત ક્યાંથી થઈ? અસીમમાં એકાંત આદિ અને એકાંત અંતની અવિશ્વસનીય ચર્ચા પતી જાય, જો આપણે આપણા શાસ્ત્રમાં જે કહેલું છે કે કુટુંપે કલ્પાંતરે સૃષ્ટિ પેદા થાય છે, અને વિલીન થાય છે, ઊંઘ અને જાગરણની જેમ–તે માની લઈએ તો. સૂર્યમંડળના જુદા જુદા ગ્રહોની ગતિ અને અવસ્થિતિમાં એક વિરાટ વ્યવસ્થા રહેલી છે, જુદા જુદા ગ્રહ ચક્રાકાર માટે લગભગ એક જ સમક્ષેત્રમાં રહીને, એક ફેરફુદડીના વમળમાં સપડાઈને એક જ દિશામાં ગતિ કરીને સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે. સૃષ્ટિના -મૂળની વાતનો જેમણે વિચાર કર્યો છે તેઓ આટલી બધી હકીકતોની એકતાને આકસ્મિક માની લઈ શકતા નથી. જે મત ગ્રહોની આ વ્યવસ્થાનું સુસ્પષ્ટ કારણ બતાવી શક્યા છે. તે જ વધારે પ્રાધાન્ય પામ્યો છે. જે બધી વસ્તુઓનું સૂર્યમંડળ બનેલું છે તેના ફરવાના વેગનો હિસાબ આ બધા મતોને સ્વીકારાગ્ય કરવાના માર્ગમાં ભારે અંતરાયરૂપ થઈ પડ્યો છે. જેમાં હિસાબમાં વધુ પડતો ગોટાળો માલૂમ પડે છે તે મતને બાતલ કરવો પડે છે. ભ્રમણનું પ્રમાણ લગભગ બરાબર રાખીને જે એક બે મતો આજ સુધી ટકી રહેલા હતા તેમની વિરુદ્ધ પણ નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. અમેરિકાના પ્રિન્સ્ટનને વિશ્વવિદ્યાલયની વેધશાળાના ડિરેક્ટર હેનરીને રિસ રસેલે હાલમાં જીન્સ અને લિફ્ટ્લટનના મતની જે વિરોધી સમાલોચના કરી છે તે ઉપરથી લાગે છે કે થોડા દિવસમાં જ એમને સ્વીકારવાયોગ્ય મતની પંકિતમાંથી વિદાય લેવી પડશે. પહેલાંના બાતલ થયેલા મતો ભેગું જ એમનું પણ સ્થાન થશે. તારાના અથડાવાથી ગ્રહલોકની સૃષ્ટિ થાય તો બળબળતા ગૅસનું જે દોરડું બહાર નીકળે તેની ગરમી એટલી બધી વધારે હોય કે એ બાષ્પપિંડના જુદા જુદા ભાગે છૂટા પડી જાય, પરંતુ ખૂબ જલદી ગરમી ફેલાવી દઈને એ લંબાવેલું દોરડું ઠંડુ પડીને સ્થિર થવા માગત. આ બે વિરોધી: શક્તિની ક્રિયામાં, મુક્તિ અને બંધનની ખેંચતાણમાં કોની જીત થશે એ વિષે જ હેનરી રસેલે ચર્ચા કરી છે. આપણને દુર્બોધ એવા ગણિતશાસ્ત્રના હિસાબ ઉપરથી એકંદરે એવું સાબિત થયું છે કે એ ખેંચેલા દોરડાનો દરેકેદરેક પરમાણુ તેજના પ્રબળ અભિઘાતને લીધે વિરાગી થઈને મહાશૂન્યમાં ચાલ્યો જાત, ભેગા થઈને ચેહલોકનું સર્જન કરવું તેમને માટે સંભવિત થાત નહિ. જે મુશ્કેલીની વાત તેમણે ચર્ચી છે, તે જીન્સ અને લિટ્લલેટને પ્રચલિત કરેલા મતના મૂળમાં આવીને કઠોર આઘાત કરી તેમને આજે ધૂળભેગા કરવા તૈયાર થઈ છે.