વિષ્ણુકુમાર શ્રીરામ કલાલ

કલાલ વિષ્ણુકુમાર શ્રીરામ, ‘બાદલ’ (૬-૨-૧૯૪૧, ૧૮-૧-૧૯૮૯)ઃ ગદ્યલેખક, કવિ. જન્મ કંબોઈમાં. વતન હારીજ. ૧૯૫૯માં એસ.એસ.સી. ૧૯૬૫માં બી.એસસી. ૧૯૭૦માં એમ.એડ. ૧૯૬૪ થી હાઈસ્કૂલ-શિક્ષક. ‘લીલોતરી’ (૧૯૮૧) એમનો બોધકથાસંગ્રહ છે. એમના કાવ્યસંગ્રહ ‘વન લીલું નાઘેર’ (૧૯૮૫)માં ગીત, ગઝલ, હાઇકુ, સૉનેટ અને અછાંદસ રચનાઓનો સમાવેશ છે.