વીનેશ અંતાણીની વાર્તાઓ/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદકનો પરિચય

ભુજ-કચ્છમાં જન્મેલાં દર્શના ધોળકિયાનું અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ભુજમાં જ થયું. ૧૯૯૦માં પ્રો. જયંત કોઠારી પાસે પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧૯૮૫થી ૨૦૦૮ સુધી તેમની માતૃસંસ્થા ભુજની આર. આર. લાલન કૉલેજમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય કર્યા બાદ ૨૦૦૮થી કે. એસ. કે. વી. કચ્છ યુનિવર્સિટીમાં ભાષાભવનમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે તેઓ જોડાયાં. તેમનાં પાસેથી સંશોધન, સંપાદન, વિવેચન, અનુવાદ અને ચરિત્ર નિબંધના બાવીસેક જેટલાં પુસ્તકો સાંપડે છે. તેમનાં રસનાં અભ્યાસનો વિષય મધ્યકાલીન સાહિત્ય તેમજ રામાયણ-મહાભારત રહ્યો છે. ગુજરાતી સાહિત્ય કે પરિષદ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં મધ્યસ્થ સમિતિ અને સલાહકાર સમિતિ(ગુજરાતી)માં તેમણે વિભિન્ન ભૂમિકાઓ ભજવી છે. તેમનાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘જયંત ખત્રી–બકુલેશ ઍવોર્ડ’, ‘ભગિની નિવેદિતા ઍવોર્ડ’, ‘પ્ર. ત્રિવેદી ઍવોર્ડ’ તેમજ મૂળ કોંકણી નવલકથા ‘કાર્મેલિન’નાં તેમણે કરેલા અનુવાદને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો અનુવાદ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.