શંકરલાલ મગનલાલ કવિ

કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯૧૭) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.