શાંત કોલાહલ/અલસ ગ્રીષ્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલસ ગ્રીષ્મ

ગ્રીષ્મ
નભ નીલ

ઇતસ્તત:
ક્રુંદ ધવલ
અલસ બાદલ

અણવીંઝી પાંખને વિહાર
એક
વહે કૃષ્ણચીલ

મન મારું
ચલ અચલ સકલ ઝીલનાર
નિસ્તરંગ ઝીલ