શાંત કોલાહલ/પુણ્ય-ભારતભૂમિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પુણ્ય-ભારતભૂમિ

જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હૈ;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય મનનો મેળ, સંગ
નિઃસંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.

જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે:
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.