શાંત કોલાહલ/૧ સંધ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઢળતી રાતે
૧. સંધ્યા

રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી
ક્ષિતિજ પરનાં આછાં ભૂરાં અચંચલ અભ્રમાં;
ગગનઊજળી ઉર્વી : છાયા ન કો’ની નડે ક્યહીં,
તરલ જીવની તૃષ્ણા જાણે શમી રહી શાન્તિમાં.

વિહગ દ્રુમને નીડે ઝૂક્યું દિનાન્ત વિરામનો
ચરમ ટહુકો રેલે : એવી બજે વળી ઝાલર.
જનપદની શેરીના મારા નિકેતનનો ઝીણો
હૃદયરતિનો આંહી સીમે સુણું મધુરો સ્વર.

નિબિડ હરિયાળીના ઊંચા હસન્મુખ મોલથી
નજર આવ હું માંડું મારે જવાની દિશા ભણી :
સરયુવતીને લ્હેકે આરોહતી ધૂણી ગોષ્ઠની
નભ મહીં વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી.

ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ :
હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ,