શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૮. રાવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. રાવજી


રાવજી, અધવચ આંબા વેડ્યા
રાવજી, ધોરી મારગ ખેડ્યા

રાવજી, લીલાં પાણી ભરિયાં
રાવજી, વેણીનાં ફૂલ ખરિયાં

રાવજી, વાયદો કીધો ખોટો
રાવજી, અંધારું ગલગોટો

રાવજી, પાંપણને પલકારે
રાવજી, રાત હવે નહિ હાલે

રાવજી, જીભ કુંવારી કૂજે
રાવજી, સાવિત્રી વડ પૂજે

રાવજી, આભે પોયણી રીઝી
રાવજી, શબ્દે પાંખો વીંઝી

રાવજી, વાત હતી એ સાચી
રાવજી, કાયા માટી કાચી.