શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/જો —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જો —


નાની નાની નારંગી;
નારંગી જો જાડી થાય,
રાતો આભે ચાંદો થાય!

હળવા હળવા રૂના પૉલ,
પૉલ હવામાં ઊડતા જાય,
ધોળાં ધોળાં વાદળ થાય!

તડ તડ તડ તડ તણખા થાય;
એ તણખા જો ઊંચે જાય,
આભે તગ તગ તારા થાય!

બાળકના હસવાની છોળ;
ઊછળતી જો આભે જાય,
ગુલબી ગુલબી સવાર થાય.

*