શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તબાક તૂંબડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તબાક તૂંબડી


તબાક તૂંબડી, તરવા ચાલ,
સાત સમુંદર પાર કરાવ.
ઢમાક ઢીંગલી, ઢળતી ચાલ,
સાથે ઘર ઘર રમવા આવ.

કટાક કૂકરી, કૂદતી ચાલ,
સાત પગથિયાં સાથ વટાવ.
ઘમાક ઘૂઘરી, ઘમ ઘમ ચાલ,
ગરબે ગોરી ઘૂમવા લાવ.

ફક્કડ ફુદ્દી, ઊડતી ચાલ,
વાદળિયા સૌ દેશ બતાવ.
નટખટ નીંદર, નમતી ચાલ,
સોનલ સોનલ સ્વપન સજાવ.

પટાક પગલી, ફરવા ચાલ,
અલકમલકના પ્હાડ ચડાવ.
ટપાક ટપલી, દે દે તાલ,
માનું મીઠું વ્હાલ ચખાવ.

*