શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/રમવા ચાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રમવા ચાલ


સૂરજ ઊગ્યો : રમવા ચાલ!
તડકો ઊતર્યો : રમવા ચાલ!
પંખી ઊઠ્યાં : રમવા ચાલ!
ફૂલો ઊઘડ્યાં : રમવા ચાલ!
રસ્તા જાગ્યા : રમવા ચાલ!
પગલાં ભાગ્યાં : રમવા ચાલ!
પવન પૂછતો: શું છે ખ્યાલ?
હજી સૂતો છે? રમવા ચાલ!
રમવા ચાલ, રમવા ચાલ!
દુનિયા સાથે રમવા ચાલ!