શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...



દરિયો ઊછળે દૂર
અને હું ભીતર ભીની ભીની;
વાદળ વરસે દૂર
મને અહીં ફરફર લાગે ઝીણી! –

દૂર ઊઘડે ફૂલ
અને અહીં મઘમઘ માટી સારી;
પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી! –

ક્યાંક ઊગતી બીજ
અને અહીં ચાંદો ચઢતો હેલે!
ક્યાંક નજરમાં નામ
અને અહીં મનમાં મનખો ખેલે! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૫)