સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મેઘદૂત
Jump to navigation
Jump to search
૫. મેઘદૂત
मेघदूत: ભાષાંતરકર્તા સ્વ. કિલાભાઈ ઘનશ્યામ. ललितवाङ्मय ग्रंथमाला, ग्रंथांक ૮. પાકું પૂઠું રૂ. ૩.૦.૦. કાચું પૂઠું રૂ. ૨-૮-૦.
આ ભાષાંતરની નવી ઓળખ કરાવવી પડે તેમ નથી. પ્રથમાવૃત્તિ કર્તાએ પોતે પ્રસિદ્ધ કરેલી તેનો વાંચનાર વર્ગે સારો સત્કાર કર્યો હતો. આ તે જ આવૃત્તિ ફરી વાર છપાવી છે. વિશેષમાં મેઘદૂત મૂળ આપી અભ્યાસીને તેમણે સારી સગવડ કરી આપી છે. મેઘદૂતનું ભાષાંતર કરવું ઘણું અઘરું છે. સમશ્લોકી કરવું તેથી પણ અઘરું છે અને આ ભાષાંતર પણ સંપૂર્ણ કહી ન જ શકાય. પણ મેઘદૂત વિશે અને કાળિદાસ વિશે આટલી માહિતીવાળું પુસ્તક ગુજરાતીમાં બીજું કોઈ નથી. અને મૂળના સૌંદર્યની કલ્પના કરવા ગુજરાતી જાણનારા આ વાંચશે એમ અમે આશા રાખીએ છીએ. અષાઢ ૧૯૭૯
[યુગધર્મ]