સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/એક જ વર્ષ વધુ જીવ્યા હોત!
Jump to navigation
Jump to search
મેઘાણી ફક્ત એક જ વર્ષ વધુ જીવ્યા હોત! ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના સ્વાતંત્ર્ય પ્રાપ્તિદિનને, ત્યાર પછીના બનાવોએ વધારેલી ગાંધીજીની વેદનાને તથા ’૪૮ના જાન્યુઆરીમાં થયેલા ગાંધીજીના મોતને ગાવા તો મેઘાણીની જ જરૂર હતી. સ્વરાજપ્રાપ્તિના અવસરને એમણે એવા આનંદઉછાળથી વધાવ્યો હોત! રાષ્ટ્રપિતાનું મોત જ પ્રજાને રડાવે એવું હતું, છતાં મેઘાણીના વિલાપ-ગીતે પ્રજાને એવી ધ્રુસકે ધ્રુસકે રડાવી હોત!