સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનવર આગેવાન/વાત શી છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બે ઘડીનો છે તમાસો, વાત શી છે?
નહિ મળે શું રાતવાસો, વાત શી છે?
જિંદગી ને મોતના આ ખેલ કેરો
કોઈ તો આપો ખુલાસો : વાત શી છે?...
બાવરાં નયનો, હવે જ્યાંત્યાં ન ભટકો,
કાંક તો ભીતર તપાસો : વાત શી છે?...
આપજો જેને ઉજાસો આપવાના —
લો, અમે લીધી અમાસો : વાત શી છે?...
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]