સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/દુ:ખી કેવા છીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

...દુ:ખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી!
છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી!...
ખબર નો’તી સમય આ રંગ પણ દેખાડશે અમને,
હતાં જેમાં અમી એ આંખડીમાં ઝેર છે સાકી!...
કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ‘ઘાયલ’ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી!