zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અલી રઝા ઝૈદી/તરક્કી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

પોતાને પછાત ગણાવીને આપણે જ્યાં ને ત્યાં ખાસ સગવડો ને સલામતીઓ માગતા ફરીએ છીએ. કોઈ બાબતમાં પહેલ કરવાની, યાહોમ કરીને ઝંપલાવવાની તમન્ના આપણામાં નથી; આપણે નમાલા બની ગયા છીએ. જિંદગીભર આપણને કોઈ પંપાળ્યા કરે અને આપણા મોઢામાં કોળિયા મૂક્યા કરે, એવું આપણે ઇચ્છીએ છીએ. એક કોમ પોતાની હાલત સુધારવા માટે તનતોડ જહેમત ઉઠાવવા તૈયાર ન હોય, તો બીજી કોઈ સત્તા તેની તરક્કી કરી શકે નહીં. સદીઓથી આપણે જે ઊંઘમાં પડેલા છીએ તેમાંથી જાગવાનો અને હાથમાં છાલાં પડી જાય એટલી આકરી મહેનત કરવાનો સમય હવે પાકી ગયો છે.