સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/આત્મસંસ્કારથી શોભતી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી અને સચોટ છતાં તળપદી નહીં, કિંતુ આત્મસંસ્કારથી શોભા ધરાવતી એવી અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે. [ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં : ૧૯૨૮]