સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉદયન ઠક્કર/સેલ્લારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હા, તટ તો એ જ લાગે છે, ને પનઘટ એ જ લાગે છે
કહો, કલકલ કરીને કૂજનારી એ નદી ક્યાં છે?


ફૂંક મારી ત્યાં તો શું જાદુ થયું!
આ તરફ એક દીવડી બુઝાઈ ગઈ,
તે તરફ આકાશ ઝળહળતું થયું


એક વાતે વાયરો મૂંઝાય છે —
જેનાં જેનાં રંગ ને રોનક વધે,
મ્હેક એની કેમ ઓછી થાય છે?


જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ
[‘સેલ્લારા’ કાવ્યસંગ્રહ : ૨૦૦૩]