સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/આજનો વિદ્યાર્થી 1

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દરેકજમાનામાં, ઉંમરેઆગળવધેલાથોડાકમાણસોએવાહોયછેજેશોરમચાવીમૂકેછેકેપોતાનાવખતમાંજેવુંભણતરહતુંતેવુંહવેરહ્યુંનથી. તેઓઅકળાઈનેકહેછે : “આજનાતેવિદ્યાર્થીઓછે?” અનેઆત્મસંતોષનામલકાટથીઉમેરેછે, “અમારાવખતનીવાતજુદી!” અમુકઅર્થમાંઆવાતસાચીછે : કોઈકોઈવિષયોપહેલાંનાનાનાનાનાવર્ગોમાંચીવટથીભણાવાતા. પણઆજનાવિદ્યાર્થીનીમાનસ-ક્ષિતિજવધુવિસ્તારપામીછે. અત્યારનાવિદ્યાર્થીઓએમનીઆસપાસજેવુંજગતછે, અનેએમનીઉપરઝઝૂમતીજવાબદારીઓનુંજેવુંસ્વરૂપછે, તેનાસંદર્ભમાંઘાટલઈરહ્યાછે. સમાજસતતગતિશીલછેઅનેછેલ્લાદસકાઓમાંતોગતિહિંદજેવાદેશમાંપણઘણીવધીછે. આપણેજેરીતેઘડાયાતેજરીતેઅત્યારનાવિદ્યાર્થીઓનુંઘડતરથાયએમઇચ્છવુંએ, વહીચૂકેલીએકપરિસ્થિતિપ્રત્યેનોચાહબતાવ્યાકરવાજેવુંછે. તો, આજનાવિદ્યાર્થીઓવિશે, તેઓ‘આજના’ છેએટલાખાતરજઘસાતુંમાનીલીધાવગર, સ્વાતંત્ર્યમળ્યાપછીએકદસકાનેઅંતેતેઓઅંગેશુંનોંધવાજેવુંછેતેજોઈએ. પહેલુંતોવેશતરફધ્યાનજાયછે. જોતજોતામાંસમગ્રપુરુષવિદ્યાર્થીઓપાટલૂનપરિધાનકરનારાથઈગયાછે. કદાચએમાંસગવડહશે. બીજું, પાઠયપુસ્તકવગરભણવાનીફાવટ. વિદ્યાર્થીઓનાકેટલાટકાપાઠયપુસ્તકનોઉપયોગકરેછે, એઆંકડોકાઢવાજેવોછે. પાઠયપુસ્તકનાંવરસભરમાંક્યારેયદર્શનપણનકર્યાંહોયએવાસંયમીઓપણમળીઆવવાસંભવછે. આજનાવિદ્યાર્થીનેનર્યોપરીક્ષાર્થીબનાવીમૂકવામાંઆવ્યોછે. જીવનમાંકહેવાતાંઉચ્ચસ્થાનોએપહોંચવામાટેમોટીકૃપાપરીક્ષાદેવીનીજોઈએએજાતનીઅત્યારનીરચનાહોઈ, વિદ્યાર્થીયેનકેનપ્રકારેણપરીક્ષાદેવીનોપ્રસાદપામવામથેછે. એકપાઠઆવડયોતેનાપાયાઉપરબીજાપાઠનાશિક્ષણનીમાંડણીથાય, પરીક્ષણઅનેશિક્ષણજોડાજોડચાલુઆખુંવરસચાલ્યાકરેઅનેવરસનેઅંતેવિદ્યાર્થીપરિપક્વથઈચૂક્યોહોય — એવીઆપણીકેળવણીપદ્ધતિનથી. પરીક્ષાવરસનેઅંતેઆવેછે, અનેએનીઉપરજિંદગીઆખીનોઆધાર — એટલેપરીક્ષાઅંગેતરેહતરેહનીભારેવિકૃતિઓજન્મેછે. આજેવિદ્યાર્થીનેરાજકારણીશતરંજખેલનારાઓપ્યાદાતરીકેવાપરવાલલચાયએવુંવલણએકરાષ્ટ્રીયઆફતનીહદેપહોંચ્યુંછે. વિદ્યાર્થીઓનુંસંખ્યાબળહમણાંહમણાંઘણુંવધ્યુંછે, અનેપ્રાણઅનેઆશાથીઊછળતાઆવડામોટાસમૂહઉપરરાજકારણીઓનોડોળોહોયતોતેસમજીશકાયએવુંછે. પરદેશીશાસનથીછૂટવામાટેનીલડતમાંરાષ્ટ્રપિતાએવિદ્યાર્થીઓનેપણહાકલદીધીહતી. વિદેશીસત્તાસામેનોસ્વાતંત્ર્યસંગ્રામએજુદીવાતહતી, પ્રજાનાઇતિહાસમાંક્યારેકજએવીઘડીઆવે. એરાષ્ટ્રકારણહતું, રાજકારણનહિ. આજેછાશવારેનેશુક્રવારેદરેકપક્ષવિદ્યાર્થીસમૂહનેઇતિહાસનીઘડીપારખીલઈકેસરિયાંકરવાનેનોતરેછે, એબેહૂદીવસ્તુછે. વિદ્યાર્થીઓજાણેનધણિયાતાનહોય! આમાંમનેહંમેશાંશિક્ષકનીઊણપજણાઈછે. વિદ્યાર્થીઓમાંજ્વલંતવિદ્યાપ્રીતિજાગીહોયતોતેનેઆસપાસનાંબધાંઆકર્ષણોફીકાંલાગવાનાં. વિદ્યાર્થીમાનસમાંશૂન્યતાહોય, તોપછીતેનેબીજીટાંપીરહેલીગમેતેવસ્તુઓભરીદઈશકે. વિદ્યાર્થીવિદ્યાનોઅર્થીહોયતોશિસ્તનાનેએવાપ્રશ્નાોપછીરહેશેનહીં. પણઆજેરાજકારણીનેતાઓપોતેજેધ્યેયરજૂકરેછેએનીઆગળઆશાળા— કૉલેજનાંભણતરકોડીનાહિસાબમાંનથી. આજેએધ્યેયપાછળલાગીજઈએ; વિદ્યાએવીશીચીજછે — કાલેપછીમેળવીલઈશું, એવીવાતોતેઓબેધડકરીતેકરેછે. (અરે, ભૂદાનવાળાસુધ્ધાં!) ભૂતકાળમાંકેઅત્યારેકોઈપણસાધારણરીતેસ્વસ્થગણીશકાયએવોસમાજબતાવશો, જેમાંવિદ્યાર્થીઓનેવિદ્યાસિવાયબીજીકોઈવસ્તુનેપ્રધાનલેખવાકહેવામાંઆવતુંહોય? આજેઆપણાદેશમાંવિદ્યાતરફએકજાતનીધીટતાભરીનફરતજોવામળેછે. પછીશિસ્તમાટેલાખો— કરોડોનીયોજનાઓવેતરવાઆપણેબેસીએછીએ. શિસ્તએઆંતરનિયમનહોયતોજએનીકશીકિંમતછે. એઆંતરનિયમનનેસંચારિતકરવાનો — સક્રિયબનાવવાનોસર્વોત્તમમાર્ગતેવિદ્યાર્થીઅનેશિક્ષકનોપરસ્પરસંપર્કછે. આજનોવિદ્યાર્થીપોતાનીપાછળજેટલુંખર્ચકરેછેતેમાંનોકેટલોભાગશારીરિકપોષણપાછળખર્ચાયછે, અનેજેખર્ચાયછેતેનુંવળતરપૂરેપૂરું (ખાસકરીનેહૉસ્ટેલોમાં) મળેછેકેકેમ, તેવિચારવાજેવુંછે. એકંદરએનાઆખાજીવનમાંઆનંદજેવુંકેટલુંછે? આજેવિદ્યાર્થીનીનિરાનંદસ્વામીસમીસૂરતજોઈનેછાતીબેસીજાયછે. કાંતોઆનંદપાછળહવાતિયાંમારતોક્યારેકએજોવામળેછે — જેપણભારેચિંતાનોવિષયછે. સમૂહ-રમતોનોપ્રચારહજીઘણોવધવોજોઈએ. તેઉપરાંત, પ્લેટોએકેળવણીમાંવ્યાયામઅનેસંગીતનીહિમાયતકરીછેતેનુંસ્મરણકરીનેગંભીરપણે, હુંસમૂહનૃત્યઅનેસમૂહસંગીતનીસૂચનાકરવાનીહિંમતકરુંછું. સમાજજીવનમાંથીઉત્સવોલુપ્તપ્રાયથયાછે. આપણાંલોકનૃત્યોઅનેલોકસંગીતપ્રજાસત્તાક-દિનેદિલ્હીમાંરજૂકરવાનીદેખાવનીવસ્તુઓજનથી. રોજિંદાજીવનમાંએનુંમહત્ત્વનુંસ્થાનછે. દા. ત. કાઠિયાવાડનીગરબીજેજુવાનસમૂહમાંગાઈ-ખેલીશકેછેતેનાલોહીનાલયમાંઆપોઆપભારેનીશિસ્તધબકવાની. આવતીકાલનાવિદ્યાર્થીઆગળએકપ્રશ્નહુંરજૂકરુંછું : સાધનોઓછાંહતાંત્યારેઆપણાદેશમાંકેટલાકેમોટીવિદ્યામેળવીહતી. આજેસાધનોઘણાંવધ્યાંછે, કાલેહજીયેવધશે. આવાંસમૃદ્ધઅનેઆટલીસંખ્યામાંપુસ્તકાલયોપહેલાંક્યાંહતાં? પણઆવધતીજતીસમૃદ્ધિવાળાંપુસ્તકાલયોનોવપરાશઅત્યારેસાચાઅર્થમાંનહિવત્છે. એપુસ્તકાલયોમાંપુરાયેલીસરસ્વતીનેમુક્તકરીહૃદયમાંધારણકરવાનીછે. અમેરિકામાંકૉલેજનાંપહેલાંબેવરસનાવિદ્યાર્થીઓનેજગતનામુખ્યગ્રંથોવાંચતાઅનેવર્ગોમાંચર્ચતાજોયાપછીઉપરનીમૂંઝવણમારામનમાંવધતીરહીછે. આપણાડિગ્રીપામેલાવિદ્યાર્થીને‘રામાયણ’ આદિઆપણાદેશનાઅનેએરિસ્ટોટલઆદિનાપાશ્ચાત્યપ્રશિષ્ટગ્રંથોનોપરિચયકરવાનીતકમળેછે? એપ્રશિષ્ટગ્રંથોમાંનીસામગ્રીમાત્રાપામવીએજબસનથી. જેજરૂરીછેતેતોસમગ્રગ્રંથપાછળધબકતાવિશિષ્ટવ્યક્તિચૈતન્યનાસંપર્કમાંમુકાવુંતે. શિક્ષકનુંસમાજજીવનમાંમહત્ત્વછેતેનુંએકમુખ્યકારણતે, આરીતે, એનાસંપર્કદ્વારાઅત્યારસુધીનાઉત્તમોત્તમમનીષીઓનાસંપર્કમાંઆવવાનુંબનેછેએછે. સાહિત્ય, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, ધર્મ — એવિષયોનાઆજસુધીનાજેગણ્યા-ગાંઠયાઉત્તમગ્રંથોછે, તેમાંનાકેટલાકસાથેપણઆત્મીયભાવેપરિચયસાધ્યાવગરવિદ્યાનાઅર્થીતરીકેજીવનનાંમોંઘાંવરસોખરચીદીધાનોશોઅર્થ? આપ્રશ્નહું, એકગઈકાલનોવિદ્યાર્થી, રજૂકરુંછું, જેનેઠીકઢંગસરભણવાનીતકમળીનથીઅનેજેણેએમ. એ. થયાપછીપોતાનોઅભ્યાસમાંડશરૂકરેલોછે.