સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/એકલ યાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દરેક મહાન વ્યક્તિના ભાગ્યમાં એકલાપણું લખાયેલું જ હોય છે. એ એક મનુષ્ય જીવનનો વસમો વિરોધાભાસ છે કે જેમ જેમ માણસ વિશ્વ સાથે તાદાત્મ્ય પામવાને માર્ગે વિકાસ સાધે, તેમ તેમ એ વિશ્વથી વધુ ને વધુ વિખૂટો પડતો જાય છે; બધાંને પોતાનાં કરવા જતાં પોતે જ એકલવાયો પડી જાય છે. મહત્તા એટલે જ મિત્રારહિત દશા. ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહીં. કવિ આનંદને લક્ષ્ય કરીને જ સારું યે જીવન જીવ્યા છે. આનંદની યાત્રા એકલાએ કરી છે, પણ જે આનંદ પામ્યા તેની લૂંટ તો આખા જગત પાસે કરાવી છે.