સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ગરમ કરવા!
Jump to navigation
Jump to search
આચાર્ય ક્ષિતિમોહનને એક વાર રાતે ઘેર આવતાં ઠીક ઠીક મોડું થયું. ગૃહિણીએ ઊંચા સ્વરે કહ્યું : “જુઓને, ખાવાનું પણ ઠંડું થઈ ગયું!”
તરત જ પતિદેવે થાળી ઉપાડીને ગૃહિણીના માથા પર ધરી. “આ શું કરવા માંડયું વળી?”
“કાંઈ નહીં, ખાવાનું ગરમ કરી લઉં છું જરી!”