સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જાગી જશે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓ યુગતરસ્યા જગકંઠ! જરી તું પુકાર કરજે ધીરે....
હું જાણું તારી તરસ, કરું છું ભીષણતમ તૈયારી;
તું ધીમે સાદ પુકાર, ક્યારની સુણી મેં કરુણ સિતારી.
જો! જાગી જશે મુજ માતા!
નિજ અંગ પછાડી પંથે મારા ચરણ રંગશે રાતા!