સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ત્રણ વસ્તુઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મને અંગ્રેજ પ્રજા એની ત્રણ વસ્તુઓ માટે ગમે છે : એક તો તેરમી સદીથી સતત જાગૃતિપૂર્વક એણે નિપજાવેલું લોકશાહી ખમીર, બીજી એની કવિતા અને ત્રીજી ગમતી વસ્તુ એણે નિબંધનો જે કલાપ્રકાર ખીલવ્યો છે તે.