સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પ્લેટોના ગ્રંથનો સાર આપનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દુનિયાના કયા પ્રશિષ્ટ ગ્રંથો સાહિત્ય અકાદમી તરફથી ભારતીય ભાષાઓમાં અવતારવા, એની યાદી તૈયાર થતી હતી. શ્રી રાધાકૃષ્ણને પ્લેટોના સંવાદોમાંથી ‘એપોલોજી’નું સ્મરણ કર્યું, જવાહરલાલજીએ ‘રિપબ્લિક’નું. મેં ધીરેથી કહ્યું: ગુજરાતીમાં ‘એપોલોજી’નો સાર મો. ક. ગાંધીએ ૧૯૦૮માં આપ્યો છે.