zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/મોઢામાં અમી છૂટે નહીં!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

એક પ્રસંગ મહાદેવભાઈ મારફત સાંભળવા મળ્યો છે. જેલમાંનાં અમુક કારણો માટે બાપુએ છેવટે ઉપવાસ કરવાનું નક્કી કરેલું. ઈલાકાની જેલોના ઉપરી મળવા આવ્યા. બાપુને કહ્યું કે, મેં બધો જ પત્રવ્યવહાર ઉપરવાળાઓને પહોંચાડયો છે, પણ ત્યાંથી જવાબ નથી આવ્યો. બાપુ કહે, મેં વચ્ચે એટલો ગાળો પહેલેથી રાખેલો કે જે ગાળામાં જવાબ જરૂર આવી જવો જોઈએ.

પેલો કહે, જવાબ આવી જ જશે. ઉપવાસ શરૂ થઈ જાય તો હું વાંકમાં આવી જઈશ. બાપુ કહે, સારું, એક ટંક મોડા ઉપવાસ શરૂ કરીશ… અને એમણે ખાવાનું મંગાવ્યું. મોંમાં કોળિયો મૂક્યો. પણ મોઢામાં અમી છૂટે નહીં. વિચાર કરો — આ માણસનું બળ કેવું હશે, એની તપસ્યાની કોટિ કેવી હશે? એક ટંક મોડા ઉપવાસ શરૂ કરવાનું માન્યું, તોયે એના શરીરનો સહકાર મળતો નથી!