સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/વસુંધરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

...અંગે લગાવ્યા હિમલેપ શીળા,
જ્વાલામુખી કિન્તુ ઉરે જ્વલંત!
મૈયા તણે અંતર શું હશે પીડા?
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત?
વિશ્રામ કાજે વિરમે નહીં જરા,
અકથ્ય દુખ્ખે અકળાય હૈડે!
ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
ને દૂર ફેલે જલનીલ અંચળા!
ભમે ભમે દુખ્ખતપી વસુંધરા!
ડગો ભરે તેજપથે અધીરાં!...
[‘સમગ્ર કવિતા’ પુસ્તક]