સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/સહજપણે ઉમેરાયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મરાઠી તેમ જ કોંકણીના પ્રસિદ્ધ કવિ બાલકૃષ્ણ બોરકરે કાલિદાસના ‘મેઘદૂત’નો સમશ્લોકી અનુવાદ આપ્યો છે. ક્યાંય ચારની વધુ લીટીઓ કરવી પડી નથી. નવાઈની વાત એ છે કે મૂળમાં નથી તે પ્રાસ એમના અનુવાદમાં સહજપણે ઉમેરાયા છે.