સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/‘બાર નહીં ખખડાવું’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કવિશ્રી દુલા ભાયા કાગ : પહેલો એમને મળ્યો બોટાદમાં. મેઘાણીભાઈને ખરખરે એ આવેલા ત્યારે. ઊંચી પ્રભાવશાળી આકૃતિ, કાળી ભરાવદાર દાઢી વચ્ચે ક્યાંક સફેદ ધાગો, તેજસ્વી પણ ભાવનમ્ર આંખો, સફેદ સાફો તેમજ આખો પહેરવેશ, કાંસાનો મધુરગભીર અવાજ — એક વ્યક્તિત્વની સમ્મુખ ઊભા છો એમ સહેજે મનને સમજાઈ જાય. શહેરી દીવાનખાનામાં ગોઠવાય એવું આ વ્યક્તિત્વ નહીં. લાંબી ઓસરી, ગામડાના એ ઢોલિયા, એ ડાયરો, એ હુક્કા, એ વાતચીતનો અકૃત્રામ કિલ્લોલ. કવિનાં કેટલાંક કાવ્યો પ્રચલિત થયાં છે. ‘અજવાળું’ એ ગીત એક ઊર્મિગીત જેવું બને છે : તમારાં દ્વાર ખોલો તો આવું; કાગ નિયમ છે કાયમ એવો, ખુલ્લાં દ્વારમાં જાવું. હું અજવાળું જગ અજવાળું, બાર નહીં ખખડાવું.