સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/એ તું જ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જનેતા, જ્યારે યે જનમીશ જુદાં રૂપ ધરી તું,
મને પૂરી શ્રદ્ધા : લઈશ અમથી ઓળખી તને....
બને કે તું કો’ દી જનમીશ તરુ થૈ ભવરણે,
તને હું છાયાથી લઈશ પરખી શીતલપણે....
અમસ્તો ઘેરાઈ સજલઘન કો ગ્રીષ્મઋતુમાં
ધરી રહેશે છાયા શિર મુજ; થશે : એ તું, તું જ મા!