સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/છાતી ખોલી જોયું તો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

છાતી ખોલી જોયું; મહીં ખીલા હતા!
યુગો પછી પણ એ ભીના-લીલા હતા!
ક્યાં સમયની છે જરા ઘા પર અસર?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા!
હચમચાવી જોયું તો હું ખુદ હલ્યો!
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા?
બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.
કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા!
આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા?
[‘છેલ્લા વળાંકે’ પુસ્તક]